B.R.S. College

Edit Content

Contact

Social Media

ધોરણ ૧૨ પછી બી.આર.એસ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા માન્ય એડમિશન GCAS પોર્ટલમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.

રજીસ્ટ્રેશન માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરી આપનું ક્વિક રજીસ્ટ્રેશન વહેલી તકે કરી લેવું.

ક્વિક રજીસ્ટ્રેશન પ્રક્રિયા નીચે મુજબ કરવી.

(૧) અભ્યાસક્રમનો પ્રકાર: વિદ્યાર્થીએ Under Graduate (Regular) પસંદ કરવું.

(૨) માર્કશીટ મુજબ નામ: વિદ્યાર્થીએ પોતાનું પૂરું નામ માર્કશીટ મુજબ લખવું.

(૩) કેટેગરી: વિદ્યાર્થીએ પોતાની કેટેગરી પસંદ કરવી.

(૪) જાતિ: વિદ્યાર્થીએ પોતાનો યોગ્ય વિકલ્પ પસંદ કરવો.

(૫) જન્મ તારીખ: વિદ્યાર્થીએ પોતાની જન્મ તારીખ લખવી.

(૬) ચેકબોક્સ પર ક્લિક કરવું.

(૭) વિદ્યાર્થીએ પોતાનું કાયમી ઈ-મેલ આઇડી લખવું.

(૮) વિદ્યાર્થીએ પોતાનો કાયમી મોબાઈલ નંબર લખવો.

(૯) ત્યારબાદ GET OTP પર ક્લિક કરવાથી વિદ્યાર્થીના ઇ-મેલ આઇડી તેમજ મોબાઈલ નંબર પર ઓ.ટી.પી નંબર આવશે જે દાખલ કરી, કેપ્ચા દાખલ કરી સબમીટ કરવું.

(૧૦) વિદ્યાર્થીના ઇમેલ આઇડી તેમજ મોબાઈલ નંબર પર પોતાનો Username અને Password આવશે. જે આગળની એડમિશન પ્રક્રિયામાં જરૂર પડશે.

Link:- https://gcas.gujgov.edu.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *